રાષ્ટ્રિય બાળવિજ્ઞાન પરિષદ - કચ્છ
રાષ્ટ્રિય બાળવિજ્ઞાન
કોંગ્રેસ ભારત સરકારના રાષ્ટ્રિય વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી સંચાર પરિષદ
ડિપાર્ટમેંટ ઓફ સાયંસ એંડ ટેક્નોલોજી (RVPSP-DST) દ્વારા સંચલિત દેશની
ભાવિ પ્રજા, બાળકો સુધી વિજ્ઞાનનો સંદેશ અને મર્મ પહોંચે તે માટેની અતિ અગત્યની
પ્રવૃતિ છે. NCSTC નેટવર્ક સમગ્ર દેશને આવરી
લેતી રાષ્ટ્રિય સંસ્થા છે. તેની સાથે સંકળાયેલી ૬૫ સરકારી, બિન સરકારી સંસ્થાઓ
સહિત વૈજ્ઞાનિક અભિગમનો પ્રચાર પ્રસાર અને વિજ્ઞાનને લોકભોગ્ય બનાવવાન કાર્ય માટે
ભગીરથ પ્રયાસ કરે છે. ૧૯૯૩થી રાષ્ટ્રિય બાળ વિજ્ઞાન કોંગ્રેસની શરૂઆત થઈ છે વર્ષ
૨૦૧૩ આ પ્રવૃતિનું ૨૧મું વર્ષ છે. ભારતના તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત
વિસ્તારોમાં
પ્રવૃતિઓનું સ્થાનિક સંસ્થાઓ દ્વારા આયોજન થાય છે. દરેક રાજ્યમાં કો-ઓર્ડીનેટર
સંસ્થાને નીમવામાં આવી છે. ગુજરાતમાં સત્યશોધક સભા સુરતને રાષ્ટ્રિય બાળવિજ્ઞાન કોંગ્રેસની કામગીરી ૧૯૯૯ થી સોંપવામાં
આવી છે. તેના મુખ્ય રાજ્ય સંવાહક તરીકે વડોદરાના શ્રી મુકેશ પાઠક કામગીરી બજાવી
રહ્યા છે. તથા કચ્છ જીલ્લા માટે શ્રી નરેન્દ્ર ગોર ની જીલ્લા સંવાહક તરીકે તથા બિપિનબાઈ વકિલની એકેડેમિક સંવાહક નિમણુંક
કરવામાં આવી છે.
રાષ્ટ્રિય બાળ વિજ્ઞાન
કોંગ્રેસ શા માટે? શેના માટે?
રાષ્ટ્રિય બાળવિજ્ઞાન કોંગ્રેસ એ સમગ્ર દેશને આવરી લેતી
રાષ્ટ્રિય સંસ્થા છે. બાળ વિજ્ઞાન કોંગ્રેસનું રાષ્ટ્રિય કક્ષાનું સંમેલન દર વર્ષે
૨૭ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર દરમિયાન કોઈ મહાનગર માં મળે છે. આ રાષ્ટ્રિય સંમેલનમાં
દેશના તમામ રાજ્યોનું અલગ અલગ સ્વતંત્ર પ્રતિનિધિત્વ હોય છે. આપણા રાજ્યના તમામ
જીલ્લાના છેક છેવાડાના વિસ્તારના બાળકો પણ આ પ્રવૃતિમાં સામેલ થાય તે માટે દરેક
જીલ્લા, મહાનગર પાલિકા મળી ૩૩ એકમોના સ્તર ઉપર આ પ્રવૃતિનું આયોજન થાય છે. જીલ્લા
કક્ષાએ પ્રકલ્પોની પસંદગી થયા પછી તેમની રાજ્ય કક્ષાએ રજુઆત થાય છે. રાજ્ય
કક્ષાનું સંમેલન સામાન્ય રીતે નવેમ્બર માસના છેલ્લા અઠવાડિયામાં યોજાય છે. આ રાજ્ય
સ્તરના સંમેલનમાં આવેલ તમામ જીલ્લાઓના પ્રકલ્પોમાંથી
જુનિયર/સિનીયર/શહેરી/ગ્રામ્ય/કુમાર/કન્યા એમ તમામ પ્રકારના જુથોનું પ્રતિનિધિત્વ
થાય એ રીતે દર વર્ષે ૨૬ પ્રકલ્પોની રાષ્ટ્રિય કક્ષાએ મોકલવા માટે પસંદગી કરવામાં
આવે છે. જેમાંથી બે પ્રકલ્પોને
જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયે મળતા ઈંડિયન સાયંસ કોંગ્રેસ એસોશિયેશનના અધિવેશનમાં બાળ
વિજ્ઞાન વિભાગમાં રજુ થાય છે. ભારતભરના ૧૦ થી ૧૭ વર્ષની ઉમરના બાળકોને તેમનો
વૈજ્ઞાનિક મિજાજ શોધવા અને ઓળખવા તેમજ તેમ્ના વિચારોને કાર્યાન્વિત કરવા માટે
અદ્ભૂત તકો પૂરી પાડે છે. NCSC ની આ યોજના માત્ર શાળાએ જતા
બાળકો સુધી સિમિત નથી, પરંતુ શાળા છોડીને નીકળી ગયેલા તેમજ સમાજ વંચિત અને અભાવ
ગ્રસ્ત વિભાગમાંથી શાળાએ ન જતાં બાળકો માટે પણ આ પ્રવૃતિના દ્વાર ખુલ્લાં છે.
No comments:
Post a Comment