ભાગ લેનાર બાળકો તેમજ શિક્ષકો માટે માર્ગદર્શક સુચનો

ભાગ લેનાર બાળકો તેમજ શિક્ષકો માટે માર્ગદર્શક સુચનો

           બાળ વિજ્ઞાન કોંગ્રેસના પ્રકલ્પો માત્ર સર્વે પ્રકારના કે નિબંધ કક્ષાના નથી. આ પ્રકલ્પોને કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને સાબિત કરે તેવા મોડેલો પણ બનાવવાની જરૂરિયાત હોતી નથી. વાસ્તવમાંતો ખરી સમસ્યા ઉકેલવા માટે કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગ દ્વારા નવું શિખવવાનો અભિગમ રહેલો છે. તૈયાર કરવામાં આવતા પ્રકલ્પો મુખ્ય કેન્દ્ર વિષય કે તેના પેટા વિષયના વિસ્તારના જ  હોય તે જરૂરી છે. પ્રકલ્પો તૈયાર કરવા એ તો નવું શિખવા, જાણવાની એક રીત છે. તે દ્વારા વિદ્યાર્થીને તેની સમસ્યાનો ઉકેલ મળે કે ન મળે તેનું મહત્વ નથી, પરંતુ વૈજ્ઞાનિક પદ્ધતિ વિશે તેમજ તે પદ્ધતિના ઉપયોગ દ્વારા સમસ્યાના ઉકેલનો અભિગમ કેળવાય એ મહત્વનું છે. આ પ્રકલ્પ દ્વારા વૈજ્ઞાનિક અભિગમ વિશે જે વલણો બંધાય તે જીવનમાં અનય સમસ્યાઓ સમજવા તેમજ ઉકેલવા માટે સંક્રમિત થવા જોઈએ.

બાળવિજ્ઞાન કોંગ્રેસ વિશે કેટલાક અગત્યના નિયમો અને માહિતિ

૧. રાજ્યના ૧૦ થી ૧૭ વર્ષના વિદ્યાર્થી ભાગ લઈ શકે છે. ૧૦ થી ૧૪ વર્ષ સુધીની ઉંમરના વિદ્યાર્થીઓ જુનિયર વર્ગમાં અને ૧૪ થી ૧૭ વર્ષ સુધીની ઉંમરના વિદ્યાર્થીઓ સિનિયર વર્ગમાં ગણાશે. ઉંમરના નિર્ણય માટે ૩૧ ડિસેંબર ૨૦૧૩ની ઉંમર લક્ષમાં રાખવી.
૨. જુથમાં ૫ (પાંચ) સભ્યો જ રહેશે. (જુથ નાયક સહિત)
૩. જુથ નાયક વિદ્યાલય, જીલ્લા, રાજ્ય અને કેન્દ્ર કક્ષાએ પ્રોજેક્ટ રજુ કરશે. અન્ય સભ્યોએ આવવાનું રહેશે નહીં.
૪. સમુહને રજીસ્ટર કરવા માટે જુથના નેતા અરજી ફોર્મ સાથે વિદ્યાર્થી દીઠ રૂ. ૧૦/- ભરી શાળા મારફતે જીલ્લા કો-ઓર્ડિનેટરને રજીસ્ટ્રેશન માટે મોકલી આપશે.
૫. રજીસ્ટ્રેશન કાર્ય ૩૧મી જુલાઈ સુધીમાં સંપૂર્ણ થવું જોઈએ.
૬. બાળકોના જુથમાં પ્રોજેક્ટ કામની વહેંચણી બધાને થોડું અને બધા જ પ્રકારનું કામ આવે તેવી ન્યાયી વહેંચણી કરવાની રહેશે. બધાને અનુભવ મળે તે હેતુ ધ્યાનમાં રાખવો.
૭. જે પ્રોજેક્ટ સંચલન દરમિયાન મોડેલ, ચિત્રો, ચાર્ટ કે એવાં કોઈ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કર્યો હોય તો વધુમાં વધુ પાંચ સાધન ચાર્ટ/ચિત્ર/સ્લાઈડ પ્રોજેક્ટર સાથે રજુ કરી શકાશે.
૮. એક શાળામાંથી એક થી વધુ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા હોય તો શાળ સ્તરે સ્પર્ધા કરી તેમાંથી એક પ્રોજેક્ટ પસંદ કરી તેને જીલ્લામાં મોકલવો.
૯. પ્રોજેક્ટ રજુઆત માટે ૮ મિનિટનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. જે ભાષા પહેલેથી નક્કી કરેલ હોય તે જ ભાષામાં પ્રોજેક્ટ જીલ્લા રાજ્ય અને રાષ્ટ્રિય કક્ષાએ લખવા તેમજ રજુ કરવાનો રહેશે.
૧૦. બે થી ત્રણ મહિનાના ગાળામાં તૈયાર કરેલ પ્રકલ્પની નોંધ પોથી / રોજનીશી (Log Book) રાખો.

પ્રોજેક્ટ – પ્રકલ્પનો અહેવાલ કેવી રીતે તૈયાર કરશો?
        પ્રકલ્પનો હેવાલ વ્યવસ્થિત અને ચોક્કસ ફોર્મેટમાં તૈયાર કરવાનો હોય છે. આ હેવાલ જીલ્લા તેમજ રાજ્ય કક્ષાએ અને છેલ્લે રાષ્ટ્રિય કક્ષાએ રજુ કરવાનો હોય છે. એટલે જેટલું મહત્વ વૈજ્ઞાનિક શોધ પ્રક્રિયાનું  છે તેટલું જ અહત્વ આ પ્રકલ્પ/પ્રોજેક્ટ નો હેવાલ તૈયાર કરવાનું છે. પ્રકલ્પ હેવાલમાં કઈ બાબતો આવે અને દરેકનું કેટલું મહત્વ/ભાર છે તે જાણી લેવું જરૂરી છે.

  • ૧. પ્રોજેક્ટ અહેવાલ એ-4 સાઈઝના કાગળમાં લખો.
  • ૨. પ્રોજેક્ટ અહેવાલનાં પાનાં તૈયાર કર્યા પછી સૌથી પહેલા કવર પેજ ઉપર ફોર્મ એ (Form-A) જે અંગ્રેજીમાં છે તે મુકો.
  • ૩. તમારો પ્રોજેક્ટ અહેવાલ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી કોઈ પણ ભાષામાં લખી શકો છો.
  • ૪. પ્રોજેક્ટ વિશે ૫૦૦ શબ્દોમાં સાર (Abstract) તયાર કરો. તમારી સ્થાનિક ભાષા ગુજરાતી તેમજ અંગ્રેજી અથવા હિંદી ભાષામાં સાર મુકો.
  • ૫. કાગળની એક બાજુ ઉપર લખો. જુનિયર વિભાગના વિદ્યાર્થીઓએ ૨૦૦૦ શબ્દોમાં તેમજ સિનિયર વિભાગના વિદ્યાર્થીઓએ ૩૫૦૦ શબ્દોમાં પ્રોજેક્ટ લખવાનો રહેશે.
  • ૬. હેવાલ તમાર હસ્તક્ષરમાં જ લખો. ટાઈપ કે કોમ્પ્યુટર લખાણ કે બીજાના હસ્તાક્ષરમાં લખાણ કરવાનું ટાળો.
  • ૭. પ્રોજેક્ટ અહેવાલની જીલ્લા કક્ષા માટે બે નકલ, રાજ્ય કક્ષા માટે પસંદગી પામો તો સુધારા સાથેની બે નકલ અને રાષ્ટ્રિય કક્ષા માટે પસંદ થયેલ પ્રોજેક્ટની ત્રણ નકલ લાવવાની રહેશે. એક નકલ તમારી પાસે રાખો.


પ્રોજેક્ટ અહેવાલનું માળખું

  • ૧. કવર પેજ  ફોર્મ એ. (Form A)
  • ૨. સાર (Abstract)
  • ૩. સૂચિ- અનુક્રમણિકા. હેવાલમાંના મુદ્દાઓની યાદી.
  • ૪. પ્રસ્તાવના
  • ૫. સમસ્યા કથન
  • ૬. સંશોધન કરવાની કાર્ય યોજના.
  • ૭. સંશોધન પદ્ધતિ (Methodology) માહિતી મેળવવા માટે બનાવેલી પ્રશ્નાવલી કે અન્ય સાધન.
  • ૮. મેળવેલી માહિતિનું વિષ્લેષણ, કોષ્ટકો, ટેબલો, ગણતરી, ટકાવારી, ફોટોગ્રાફ વગેરે.
  • ૯. માહિતી ઉપરથી તારવેલાં પરિણામો.
  • ૧૦. આ સંશોધનની વિશેષ ઉપયોગિતા, મર્યાદાઓ
  • ૧૧. સમાજને તમારૂં સશોધન કેવી રીતે આગળ લાગુ પાડી શકાય.
  • ૧૨. જેણે સહકાર આપ્યો હોય મદદ કરી હોય તેમના વિશે આભાર નોંધ.
  • ૧૩. સંદર્ભ પુસ્તકો વિ.ની યાદી.


પ્રકલ્પનો મુખ્ય વિષય

સને ૨૦૧૨ અને ૨૦૧૩ માટે રાષ્ટ્રિય બાળવિજ્ઞાન કોંગ્રેસનો કેન્દ્ર વિષય Energy: Explore, Harness and Conserve (ઉર્જા : શોધો, જોતરો અને જાળવો ) સંશોધન, પ્રકલ્પો રચવા માટે નક્કી કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર વિષયમાં છ પેટા વિષયો (Sub Theme) રાખવામાં આવ્યા છે.

પેટા વિષયો


  • ૧. ઉર્જા ના સ્રોતો ( Energy Resources )
  • ૨. ઉર્જા તંત્રો ( Energy Systems )
  • ૩. ઉર્જા અને સમાજ ( Energy & Society )
  • ૪. ઉર્જા અને પર્યાવરણ ( Energy & Environment )
  • ૫. ઉર્જા વ્યવસ્થાપન તેમજ સંરક્ષણ – જાળવણી ( Energy Management & Conservation )
  • ૬. ઉર્જા આયોજન અને પ્રતિરૂપો ( Energy Planning & Modeling )

કેટલાક ઉદાહરણો: પ્રકલ્પોની યાદી


  • ૧. જાહેર પરિવહન બસ ટ્રાનસ્પોર્ટના ફાયદા અને મુલ્યાંકન
  • ૨. શાળા પરિસરમાં ઉર્જા વપરાશ અને બચત
  • ૩. તમારા વસવાટનાં વિસ્તારમાં વિદ્યુતના ઉપયોગ વિશે મુલ્યાંકન
  • ૪. જુદા જુદા પ્રકારની ખાદ્ય સામગ્રી બનાવવામાં ઉર્જાનો વપરાશ
  • ૫. ઘરમાં ઉર્જા વપરાશ, વિદ્યુત, ગેસ નું ઓડિટ
  • ૬. નિવાસ શાળામાં ઉર્જા વપરાશનું ઓડિટ
  • ૭. જુદા જુદા પ્રકારના જૈવિક કચરામાંથી ઉપજતી ઉર્જાની તુલના
  • ૮. તમારા વિસ્તારમાં સુર્ય ઉર્જા નો ઉપયોગ
  • ૯. તમારા વિસ્તારમાં પવન દ્વારા પ્રાપ્ત થતી ઉર્જાનો અંદાજ
  • ૧૦. ગાયના છાણાની ઉર્જા સંભાવનાનું મુલ્યાંકન
  • ૧૧. પરંપરાગત ચુલાના ઉપયોગના સ્થાને નવા ચુલા
  • ૧૨. ટ્રાફિક જામ થાય તેમાં ઉર્જાનો બગાડ અને પ્રદુષણ
  • ૧૩. ખેતીમાંથી ઉપજતા જૈવિક કચરો (ડુંડા, પાંદડા વગેરે) દ્વારા ઉર્જાની શક્યતા
  • ૧૪. જુદા જુદા પ્રકારના બાંધકામની વસ્તુના ઉપયોગથી મકાનમાં ઠંડી-ગરમીમાં વધ ઘટ થાય તેની તુલના
  • ૧૫. ઉર્જાનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે રીતે સોસાયટીનું બાંધકામનું આયોજન
  • ૧૬. ઘરમાં વિદ્યુત વપરાશમાં કરકસર/ બચાવ માટે લાઈટિંગ સીસ્ટમ અને સાધનોનો ઉપયોગ
  • ૧૭. તમારી કાર ચલાવવાની ટેવ અને પેટ્રોલ ડીઝલ વપરાશ
  • ૧૮. તમારી જીવન શૈલી, ટેવો અને ઘરમાં વિદ્યુતનો વપરાશ- બચાવ

No comments:

Post a Comment